Tractor subsidy Gujarat -2026 Arji online

 ટ્રેક્ટર સબસિડી 2026: ગુજરાતના 16 જિલ્લામાં ઓનલાઈન અરજી શરૂ | છેલ્લી તારીખ 15 જુલાઈ

ટ્રેક્ટરમાં સબસીડી 2026: ગુજરાતના 16 જિલ્લા માટે પોર્ટલ ખુલ્યું

ખેડૂત મિત્રો માટે મોટા સમાચાર! 🙏

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2026-27 માટે "ટ્રેક્ટર ઘટક" સહાય યોજના હેઠળ રાજ્યના *16 જિલ્લાઓમાં* ઓનલાઈન અરજીઓ ફરી શરૂ કરવામાં આવી છે.

*📅 મહત્વની તારીખ:

*16 જૂન 2026 થી 15 જુલાઈ 2026* સુધી i-Khedut પોર્ટલ પર અરજી કરી શકાશે. છેલ્લી તારીખની રાહ ના જુઓ.

*✅ કયા 16 જિલ્લા માં લાભ મળશે?*

1. વલસાડ, 2. નવસારી, 3. સુરત, 4. વડોદરા, 5. છોટા ઉદેપુર, 6. આણંદ, 7. ખેડા, 8. પંચમહાલ,

9. ભરૂચ, 10. તાપી, 11. મહેસાણા, 12. દાહોદ, 13. નર્મદા, 14. મહીસાગર, 15. ગાંધીનગર, 16. ડાંગ

અરજી કેવી રીતે કરવી? - 4 સ્ટેપ*

1. *વેબસાઈટ:* `ikhedut.gujarat.gov.in` પર જાઓ.

2. *યોજના પસંદ કરો:* "ખેતીવાડી યોજનાઓ" > "ટ્રેક્ટર ઘટક" સિલેક્ટ કરો.

3. *ફોર્મ ભરો:* આધાર કાર્ડ, 7/12, 8-અ, બેંક પાસબુક, રેશન કાર્ડની વિગત ભરો.

4. *પ્રિન્ટ લો:* અરજી કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

 કેટલી સબસીડી મળે?*

સામાન્ય રીતે નાના/સીમાંત ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના *40% થી 50%* અથવા ₹45,000 થી ₹60,000 સુધી સહાય મળે છે. SC/ST ખેડૂતોને વધુ લાભ મળે. _ફાઇનલ રકમ મંજૂરી પછી નક્કી થાય._

જરૂરી ડોક્યુમેન્ટ*

- આધાર કાર્ડ

- 7/12 અને 8-અ નો ઉતારો

- બેંક પાસબુક નકલ

- રેશન કાર્ડ

- જાતિનો દાખલો - જો લાગુ પડતું હોય તો

- સહી/અંગૂઠાનો નિશાન

*મહત્વની નોંધ:* આ પ્રક્રિયા સંપૂર્ણ *ઓનલાઈન અને પારદર્શક* છે. કોઈ વચેટિયાને પૈસા આપવા નહીં. પાત્ર લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થી થાય છે.

      15 જુલાઈ પહેલા અરજી કરી દો. ખેતી માટે ટ્રેક્ટર એ સૌથી મોટી જરૂરિયાત છે. આ તક ચૂકતા નહીં.



*🚜 ટ્રેક્ટર સબસીડી અપડેટ 2026 🚜*

ગુજરાતના 16 જિલ્લા - વલસાડ, સુરત, વડોદરા, આણંદ, મહેસાણા, ગાંધીનગર સહિત...

માં ટ્રેક્ટર સહાય માટે ઓનલાઈન અરજી ચાલુ.

*📅 તારીખ: 16 જૂન થી 15 જુલાઈ 2026*

*🌐 વેબસાઈટ: http://ikhedut.gujarat.gov.in*

છેલ્લી તારીખની રાહ ના જુઓ. આજે જ અરજી કરો.

આ મેસેજ બધા ખેડૂત ગ્રુપમાં મોકલો 🙏


ટિપ્પણીઓ